મોરબી : વર્ષ 2020-'21ના પાક ધિરાણની મુદત વધારવા બાબતે મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુલાલ શિહોરા તથા ઉપપ્રમુખ જાનકીબેન કૈલા દ્વારા કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના મંત્રી આર. સી. ફળદુને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે હાલ કોરોનાની મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. તેવી જ રીતે ગુજરાત રાજયમાં પણ કોરાનાની મહામારીથી દૂર રહયુ નથી. આ મહામારીના કારણે છેલ્લા 15 દિવસથી રાજયના તમામ એ.પી.એમ.સી. સ્વયંભૂ બંધ હોય, જેના કારણે ખેડૂતો જણસ સમયસર વેચી શકેલ નથી. જેથી, ખેડૂતો હાલ આર્થિક સંકળામણમાં હોય. જેના લીધે વર્ષ 2020-'21માં ખેડૂતુઓ જે-તે બેંક પાસેથી પાક ધિરાણ લીધેલ હોય, તે પાક ધિરાણ ભરવાની મુદતમાં વધારો કરી આપવા અપીલ કરાઈ છે.