કોટનના વાયદાના ભાવમાં ગાંસડીદીઠ રૂ.280 નો ઉછાળો: સીપીઓમાં નરમાઈ: કપાસ, મેન્થા તેલ, રબરમાં સુધારો: ક્રૂડ તેલના વાયદાના ભાવમાં તેજીનો માહોલ બુલડેક્સ ફ્યુચર્સમાં 520 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 790 પોઈન્ટની સાપ્તાહિક મૂવમેન્ટ મુંબઈ: કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં દેશના અગ્રણી એક્સચેન્જ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર ૨૩થી ૨૯ એપ્રિલના સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદા અને ઈન્ડેક્સ વાયદામાં ૧૯,૫૮,૮૮૨ સોદાઓમાં કુલ રૂ.૧,૩૨,૯૬૨.૨૫ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં કડાકો બોલાઈ ગયો હતો. સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧,૦૪૬ અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૧,૭૪૪ તૂટ્યો હતો. તમામ બિનલોહ ધાતુઓ વધી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદામાં તેજીનો માહોલ હતો. નેચરલ ગેસ પણ વધીને બંધ થયું હતું. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાના ભાવમાં ગાંસડીદીઠ રૂ.૨૮૦નો ઉછાળો હતો. સીપીઓમાં નરમાઈ સામે કપાસ, મેન્થા તેલ અને રબરમાં સુધારો વાયદાના ભાવમાં થયો હતો. વિશ્વબજારની વાત કરીએ તો, આ લખાઈ રહ્યું છે ત્યારે વિશ્વબજારમાં યુએસ ડોલર ઈન્ડેક્સ વધીને ૯૦.૬૫ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. અમેરિકામાં બોન્ડ યિલ્ડ-વળતર ૧.૬૪ ટકાના સ્તરે પહોંચ્યું હતું. યુએસ ડોલર રૂ.૭૪.૦૩, પાઉન્ડ રૂ.૧૦૩.૧૯ અને યુરો રૂ.૮૯.૭૦ના સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા. વિશ્વબજારમાં સોનું ૧ ઔંશદીઠ ૧૭૬૭ ડોલર અને ચાંદી ૧ ઔંશદીઠ ૨૬ ડોલર આસપાસ ટ્રેડ થઈ રહ્યાના સમાચાર હતા. હવે ઘરેલૂ વાયદા બજારની વાત કરીએ તો, એમસીએક્સ ખાતે કીમતી ધાતુઓમાં સોનું જૂન વાયદો સપ્તાહના પ્રારંભે ૧૦ ગ્રામદીઠ રૂ.૪૭,૮૮૫ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૪૮,૦૨૬ અને નીચામાં રૂ.૪૬,૪૬૨ના મથાળે અથડાઈ, સપ્તાહના અંતે રૂ.૧,૦૪૬ના કડાકા સાથે રૂ.૪૬,૭૨૬ના સ્તરે બંધ થયો હતો, જ્યારે ગોલ્ડ-ગિનીનો મે વાયદો ૮ ગ્રામદીઠ રૂ.૩૮,૩૪૦ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.૭૮૦ ઘટીને રૂ.૩૭,૫૨૫ અને ગોલ્ડ-પેટલનો મે વાયદો ૧ ગ્રામદીઠ રૂ.૪,૭૬૬ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૦૨ ઘટીને રૂ.૪,૬૫૧ થયો હતો. સોનાનો મિની મે વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૭,૫૩૪ના સ્તરે ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧,૦૨૬ના ભાવઘટાડા સાથે રૂ.૪૬,૪૦૦ બંધ થયો હતો. ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી મે વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.૬૯,૩૦૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૬૯,૬૯૧ અને નીચામાં રૂ.૬૬,૯૭૧ના સ્તરને સ્પર્શી, સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૧,૭૪૪ જેટલો ગબડીને રૂ.૬૭,૪૭૪ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની જૂન વાયદો રૂ.૧,૬૯૦ અને ચાંદી-માઈક્રો જૂન વાયદો રૂ.૧,૭૨૨ ઘટીને બંધ થયાં હતાં. સપ્તાહના પ્રારંભે કીમતી ધાતુનો સૂચકાંક બુલડેક્સનો મે વાયદો ૧૫,૦૫૭ના સ્તરે ખૂલી, ઊંચામાં ૧૫,૦૫૭ અને નીચામાં ૧૪,૫૩૭ના સ્તરને સ્પર્શી સપ્તાહ દરમિયાન ૫૨૦ પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે ૩૬૯ પોઈન્ટ ઘટીને ૧૪,૬૧૪ના સ્તરે બંધ થયો હતો, જ્યારે બિનલોહ ધાતુઓનો સૂચકાંક મેટલડેક્સનો મે વાયદો સપ્તાહ દરમિયાન ૭૯૦ પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે ૫૬૨ પોઈન્ટ વધીને ૧૫,૦૯૧ના સ્તરે પહોંચ્યો હતો. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલનો મે વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.૪,૬૪૫ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૪,૮૬૩ અને નીચામાં રૂ.૪,૫૫૭ બોલાઈ, સપ્તાહના અંતે રૂ.૧૯૨ની તેજી સાથે બંધમાં રૂ.૪,૮૧૭ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસનો મે વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.૧.૨૦ વધી બંધમાં રૂ.૨૧૪.૪૦ના ભાવ થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કપાસનો એપ્રિલ-૨૨ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧,૨૪૮ના સ્તરે ખૂલી, ઊપરમાં રૂ.૧,૨૪૯ અને નીચામાં રૂ.૧,૨૩૩.૫૦ બોલાઈ, સપ્તાહના અંતે રૂ.૨ જેટલો મામૂલી સુધરી રૂ.૧,૨૪૭ના સ્તરે બંધ થયો હતો, જ્યારે રૂ (કોટન)નો મે વાયદો સપ્તાહના પ્રારંભે ગાંસડીદીઠ રૂ.૨૧,૬૦૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૨૨,૨૩૦ અને નીચામાં રૂ.૨૧,૬૦૦ને સ્પર્શી, સપ્તાહના અંતે રૂ.૨૮૦ના ઉછાળા સાથે રૂ.૨૧,૮૨૦ના સ્તરે બંધ થયો હતો. ક્રૂડ પામતેલ (સીપીઓ)નો મે વાયદો સપ્તાહના અંતે ૧૦ કિલોદીઠ રૂ.૭.૭૦ ઘટીને રૂ.૧,૧૭૪ થયો હતો, જ્યારે મેન્થા તેલનો મે વાયદો કિલોદીઠ રૂ.૭.૫૦ વધી રૂ.૯૬૭.૫૦ના સ્તરે બંધ થયો હતો. રબરનો મે વાયદો ૧૦૦ કિલોદીઠ રૂ.૧૬,૨૫૦ના સ્તરે ખૂલી, ઊપરમાં રૂ.૧૬,૭૯૦ અને નીચામાં રૂ.૧૬,૨૫૦ બોલાઈ, સપ્તાહના અંતે રૂ.૪૮૨ના ઉછાળા સાથે બંધમાં રૂ.૧૬,૭૭૪ના ભાવે બંધ થયો હતો.