પોલીસે સ્થળ પરથી રોકડા રૂ. ૭૪,૪૦૦ મળી કુલ રૂ. ૮૪,૪૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો ટંકારા : ટંકારા પોલીસ સ્ટાફે બાતમીના આધારે ટંકારા તાલુકાના જબલપુર ગામે ધમધમતા જુગરધામ ઉપર દરોડો પડયો હતો. પોલીસે આ સ્થળે જુગાર રમતા પાંચ આરોપીઓને ઝડપી લીધા હતા. તેમજ પોલીસે સ્થળ પરથી રોકડા રૂ. ૭૪,૪૦૦ મળી કુલ રૂ ૮૪,૪૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, ડીવાયએસપી રાધીકા ભારાઇએ જિલ્લામાં જુગારની બદી નાબુદ કરવા સુચના આપતા સર્કલ પોલીસ ઇન્સપેકટર આઈ.એમ.કોંઢીયાના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગ કરી રહ્યો હતો. ત્યારે ચોક્કસ હકિકત મળી હતી કે, જબલપુર ગામની સીમમાં મનોજભાઈ પ્રાગજીભાઈ ફેફર પોતાના સબંધી કાકાના કબ્જા ભોગવટા વાળા વાડી-ખેતરે બહારથી માણસો બોલાવી પૈસા પાના વતી પૈસાની હારજીતનો જુગાર રમાડે છે. આ પ્રકારની બાતમી મળતા ટંકારા પીએસઆઇ બી.ડી.પરમાર તથા સર્વલન્સ સ્કવોડના એ.એસ.આઈ.કિશોરદાન ગઢવી, પોલીસ હેડ કોન્સટેબલ નગીનદાસ જગજીવનદાસ નીમાવત, પો.હેડકોન્સ વિજયભાઈ બાર, પો.કોન્સ સિધ્ધરાજસિહ જાડેજા તથા પો.કોન્સ વિજયભાઈ ચાવડા સહિતના સ્ટાફે ઉપરોક્ત સ્થળે રેડ કરી હતી. પોલીસે તે સ્થળે જુગાર રમતા મનોજભાઈ પ્રાગજીભાઈ ફેફર, વેલજીભાઈ હંસરાજભાઈ સવસાણી, સુરેશભાઈ ઠાકરશીભાઈ પનારા, મનિષભાઈ રમેશભાઈ કાનાણી, મહેશભાઈ ગણેશભાઈ ઘેટીયાને રોકડ રૂ ૭૪,૪૦૦ તથા મોબાઈલ ફોન નંગ ૫ કિ રૂ ૧૦૦૦૦ મળી કુલ કિ રૂ ૮૪,૪૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી હતી.