આગામી 5 મે ના રોજ રાજકોટ ખાતે કોરોનાના દર્દીઓના લાભાર્થે કેમ્પ યોજાશે મોરબી : ટંકારા પડધરી વિસ્તારના ધારાસભ્ય લલિતભાઈ કગથરાના સ્વર્ગીય પુત્રની સ્મૃતિમાં કોરોના દર્દીઓના લાભાર્થે આગામી તા.5 મે ના રોજ રાજકોટ ખાતે પ્લાઝમાં ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ધારાસભ્ય લલીતભાઈ કગથરાના પુત્ર સ્વ.વિશાલભાઈના સ્મરણાર્થે આગામી તા. 5 મે ના રોજ રાજકોટ ખાતે પારસ હોલ, પારસ સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ રોડ ખાતે પ્લાઝમા ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે. જેથી વધુમાં વધુ લોકો પ્લાઝમા ડોનેટ કરી કોરોનાના ગંભીર દર્દીઓની જિંદગી બચાવવામાં મદદરૂપ બને તેવી અપીલ કરવામાં આવી છે.