મોરબી : ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી – ગાંધીનગર પ્રેરિત આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર – મોરબી દ્વારા વર્તમાન પરિસ્થિતિમાં ચાલી રહેલી કોરોનાની મહામારીમાં લોકો કોરોનાથી સંક્રમિત ન થાય એ ઉદ્દેશથી કોવિડ-૧૯ જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં દરેક જાહેર જગ્યા તેમજ શાળાઓમાં જઈને કોરોના જાગૃતિ અંગેના ૧૬ પ્રકારના પોસ્ટરનું પ્રદર્શન કરવામાં આવે છે. આ જનજાગૃતિ અભિયાન અંતર્ગત પરશુરામ ધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કોરોના કેર એન્ડ આઇસોલેશન સેન્ટર પર કોવિડ-૧૯ અંગે જાગૃતિ ફેલાવતા પોસ્ટરનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં આઇસોલેશન સેન્ટરના અગ્રણીઓ અનિલભાઈ મહેતા, રાજુભાઇ પંડયા, પ્રહલાદભાઈ પંડયા, ભૂપતભાઈ પંડયા, મુકેશભાઇ જોષી, મનીશભાઈ જોષી, નિરજભાઈ ભટ્ટ, ચિંતનભાઈ ભટ્ટ અને ટ્રસ્ટના મહેતાજી દ્વારા સહકાર આપવામાં આવેલ હતો. પરશુરામ ટ્રસ્ટનાં અગ્રણીઓ દ્વારા આપવામાં આવેલા સહકાર બદલ આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્રનાં કો-ઓર્ડીનેટર એલ. એમ. ભટ્ટ અને ડિસ્ટ્રિક્ટ એકેડમિક કો-ઓર્ડીનેટર દિપેન ભટ્ટ દ્વારા અભિનંદન પાઠવવામા આવેલ હતા.