એલમેડ મેડિકલ એજન્સીના માલિક સાગરભાઈ મેરજાની અમૂલ્ય ભેટ સ્વીકારી આભાર વ્યક્ત કરતા ટ્રસ્ટીઓ મોરબી : મોરબીના જોધપર નદી ખાતે કાર્યરત પાટીદાર કોવિડ કેર સેન્ટરને 15 દિવસનો દવાનો જથ્થો ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા ભેટ આપવામાં આવતા ટ્રસ્ટીગણ દ્વાર આભાર વ્યક્ત કરાયો હતો. મોરબીમાં એલમેડ નામની દવાની એજન્સી ધરાવતા સાગરભાઈ મેરજા નામના ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા પાટીદાર કોવિડ કેર સેન્ટરના દર્દીઓ માટે 15 દિવસનો દવાનો જથ્થો અમૂલ્ય ભેટ રૂપે આપવામાં આવતા પાટીદાર કન્યા છાત્રાલયના ટ્રસ્ટીગણ દ્વારા આ નવયુવાનના સેવાકાર્યને બિરદાવી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.