અનુદાનની રકમ કોરોનાગ્રસ્ત લોકો માટે લીલા નાળિયેર-સંતરા ખરીદવામાં વપરાશે મોરબી : સેવાભાવી લોકો જન્મદિવસ કે કોઈ ખાસ પ્રસંગ સેવાકીય કાર્યો કરી ઉજવાતા હોય છે. ત્યારે કોરોનાકાળમાં મોરબીના અગ્રણી ઉદ્યોગપતિએ રૂ. 51 હજારનું દાન આપી પુત્રોનો જન્મદિવસ ઉજવ્યો છે.આ અનુદાનની રકમમાંથી કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે લીલા નાળિયેર અને સંતરા ખરીદવામાં આવશે મોરબી સ્થિત ફેવરિટ સીરામીકના માલિક વિજયભાઈ પટેલના ટ્વિન્સ પુત્રો ધૈર્ય અને ધૈવતનો આજે જન્મદિવસ છે. ધૈર્ય અને ધૈવતે આજે 8 વર્ષ પૂર્ણ કરી 9માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. ત્યારે વિજયભાઈ પટેલે પુત્રોના જન્મદિવસ નિમિત્તે રૂ. 51,000 યુવા ઉદ્યોગપતિ અજયભાઇ લોરિયાને સેવાકીય પ્રવૃત્તિ માટે અર્પણ કર્યા છે. અજયભાઇ લોરિયા મોરબીની સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સારવાર માટે સંતરા અને નારિયેળનું વિતરણ કરી રહ્યા છે. આથી, વિજયભાઈ પટેલે સંતરા અને નારિયેળના વિતરણમાં સહયોગી થવા અનુદાન કર્યું છે.