કપાસ, રબર, સીપીઓમાં સુધારાનો સંચાર: પ્રથમ સત્રમાં રૂ.૧૦,૦૧૫ કરોડનું ટર્નઓવર મુંબઈ: એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા અને ઓપ્શન્સ તેમ જ ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મળીને પ્રથમ સત્રમાં ૧,૨૪,૧૨૬ સોદામાં રૂ.૧૦,૦૧૫.૫૦ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ હતા. સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૭૨ સુધરવા સામે ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૫૦ ઢીલો હતો. બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ હતું. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાના ભાવમાં નરમાઈ સામે નેચરલ ગેસમાં વૃદ્ધિ થઈ હતી. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં ૨૧,૮૨૫ ગાંસડીના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ ૨,૨૨,૨૨૫ ગાંસડીના સ્તરે રહ્યો હતો. કોટનના વાયદાના ભાવમાં સેંકડા ઘટી આવ્યા હતા. કપાસ, રબર અને સીપીઓમાં સુધારાના સંચાર સામે મેન્થા તેલ ઘટ્યું હતું. કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૫૯૦૯૬ સોદાઓમાં રૂ.૩૫૬૯.૨૦ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૬૭૪૩ ખૂલી, ઊપરમાં રૂ.૪૬૮૧૯ અને નીચામાં રૂ.૪૬૬૨૦ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૭૨ વધીને રૂ.૪૬૭૯૮ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૭ વધીને ૮ ગ્રામદીઠ રૂ.૩૭૮૯૪ અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૬ ઘટીને ૧ ગ્રામદીઠ રૂ.૪૬૪૭ થયા હતા, જ્યારે સોનું-મિની મે વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૨૨ વધીને બંધમાં રૂ.૪૬૫૨૨ ના ભાવ રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી મે કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૭૩૯૫ ખૂલી, ઊપરમાં રૂ.૬૭૬૧૪ અને નીચામાં રૂ.૬૭૩૪૮ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૫૦ ઘટીને રૂ.૬૭૪૨૪ બંધ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ.૧૨૫ ઘટીને રૂ.૬૭૪૯૫ અને ચાંદી-માઈક્રો એપ્રિલ રૂ.૪ ઘટીને રૂ.૬૭૫૩૪ બંધ રહ્યા હતા. એનર્જી સેગમેન્ટમાં કુલ ૩૬૦૯૩ સોદાઓમાં રૂ.૨૧૯૮.૯૮ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ મે કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૪૭૯૬ ખૂલી, ઊપરમાં રૂ.૪૮૦૬ અને નીચામાં રૂ.૪૭૩૨ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૭૮ ઘટીને રૂ.૪૭૩૯ બંધ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝમાં ૨૦૪૩ સોદાઓમાં કુલ રૂ.૩૩૪.૨૯ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન એપ્રિલ વાયદો ગાંસડીદીઠ રૂ.૨૧૫૬૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૨૩૬૦ અને નીચામાં રૂ.૨૧૪૧૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૨૦ ઘટીને રૂ.૨૧૪૭૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ એપ્રિલ કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૧૨૨૧ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે ૬૦ પૈસા વધીને બંધમાં રૂ.૧૨૨૦.૪ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ મે વાયદો કિલોદીઠ રૂ.૯૬૭ ખૂલી, ઊપરમાં રૂ.૯૬૭ અને નીચામાં રૂ.૯૬૭ રહી, અંતે રૂ.૯૬૭ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૩૧૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૩૭૪ અને નીચામાં રૂ.૧૩૧૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૦.૫૦ વધીને રૂ.૧૩૪૨ ના સ્તરે બંધ રહ્યો હતો. વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૧૪૮૫૬ સોદાઓમાં કુલ રૂ.૨૦૫૪.૭૬ કરોડ ની કીમતનાં ૪૩૯૬.૨૧ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૪૪૨૪૦ સોદાઓમાં કુલ રૂ.૧૫૧૪.૪૪ કરોડ ની કીમતનાં ૨૨૧.૦૫૪ ટન, ક્રૂડ તેલમાં ૧૭૫૧૯ સોદાઓમાં રૂ.૧૩૦૬.૩૮ કરોડનાં ૨૭૩૭૬૦૦ બેરલ્સ, કોટનમાં ૪૨૫ સોદાઓમાં રૂ.૪૭.૩૬ કરોડનાં ૨૧૮૨૫ ગાંસડી, સીપીઓમાં ૧૫૭૧ સોદાઓમાં રૂ.૨૮૫.૯૬ કરોડનાં ૨૪૪૬૦ ટન, મેન્થા તેલમાં ૧ સોદાઓમાં રૂ.૧૦.૪૪ લાખનાં ૧.૦૮ ટન, કપાસમાં ૨ સોદાઓમાં રૂ.૫.૩૭ લાખનાં ૮ ટનના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૬૪૪૪.૯૦૫ કિલો, ચાંદીના વાયદાઓમાં ૩૮૦.૯૫૨ ટન, ક્રૂડ તેલમાં ૭૧૪૨ બેરલ્સ, કોટનમાં ૨૨૨૨૨૫ ગાંસડી, સીપીઓમાં ૬૭૩૦૦ ટન, મેન્થા તેલમાં ૨૪.૮૪ ટન અને કપાસમાં ૧૬ ટનના સ્તરે રહ્યો હતો. સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૫૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો મે કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૯૮.૫ ખૂલી, ઊપરમાં રૂ.૯૮.૫ અને નીચામાં રૂ.૭૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૮૪.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૬૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો મે કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૩૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૩૩૭.૫ અને નીચામાં રૂ.૨૭૮ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૯૧ બંધ રહ્યો હતો. ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૭૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જૂન કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૮૩૨.૫ ખૂલી, ઊપરમાં રૂ.૮૪૯.૫ અને નીચામાં રૂ.૭૨૫.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૭૯૮ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જૂન કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૯૯૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૦૧૦ અને નીચામાં રૂ.૮૭૬ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૯૩૭.૫ બંધ રહ્યો હતો. ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૮૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો મે કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૫૧.૮ ખૂલી, ઊપરમાં રૂ.૧૬૩.૨ અને નીચામાં રૂ.૧૩૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૩૨.૧ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૭૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો મે કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૧૬ ખૂલી, ઊપરમાં રૂ.૧૪૩.૯ અને નીચામાં રૂ.૧૧૦.૭ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૪૦.૭ બંધ રહ્યો હતો.