મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં હાલ કોરોનાની વિકટ પરિસ્થિતિ ચાલી રહી છે. તેવા સમયે સમયસર સારવાર તેમજ એબ્યુલન્સ મળી રહે તે માટે લોકોને ઉપયોગી થવા માટે કોંગ્રેસ અગ્રણીના પરિવાર તરફથી કોવિડ કેર સેન્ટરને એમ્બ્યુલન્સ આપવામાં આવશે. કોંગ્રેસના કર્મઠ આગેવાન, ઉદ્યોગપતિ અને મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતીભાઈ જેરાજભાઈ પટેલના પરિવારના પુત્રવધુ ચાંદનીબેન નીરવભાઈ પટેલના માતૃશ્રી મીતાબેન જે. કાવરનું અવસાન થયેલ છે. તેમની સ્મૃતિમાં અને લોકોને પુરતી પ્રાથમિક સુવિધા તત્કાલ મળી રહે અને કોઈપણ વ્યક્તિ એબ્યુલન્સ ન મળવાના કારણે હેરાન પરેશાન ના થાય તેવા હેતુસર પાટીદાર કોવિડ સેન્ટર, પટેલ કન્યા છાત્રાલયને મોરબી શહેર જિલ્લાની પ્રજાની સુખકારી માટે 'ફૂલ નહિ પણ ફૂલની પાંખડી' રૂપે એમ્બ્યુલન્સ આવતીકાલે તા. 01/05/2021ને શનિવારે સવારે 11 વાગ્યે અર્પણ કરવામાં આવશે.