સવારથી ભારે ઉકળાટ શરૂ થતા લોકો ગરમીથી ત્રાહિમામ મોરબી : મોરબીમાં ગઈકાલે હવામાનમાં આવેલા અચાનક બદલાવ બાદ કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો જેની અસરરૂપે આજે સવારથી અસહ્ય બફારો શરૂ થતા લોકો રીતસર અકળાઈ ઉઠ્યા છે. મોરબી શહેરમાં ગઈકાલે પડેલા કમોસમી વરસાદ બાદ આજે સવારથી વાતાવરણમાં બદલાવ સાથે ઉકળાટ અને અસહ્ય બફારો શરૂ થતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને ઘર ઓફિસમાં પંખા ચાલુ હોવા છતાં લોકો પરસેવે રેબઝેબ બનતા અકળાઈ ઉઠ્યા છે. નોંધનીય છે કે આજે મોરબીમાં તાપમાનનો પારો અત્યારે 37 ડિગ્રી પહોંચ્યો છે અને બપોર સુધીમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચે તેમ હોવાનું ખાનગી હવામાન એજન્સીના સૂત્રો જણાવી રહ્યા છે ત્યારે ઉંચા તાપમાનની સાથે ગઈકાલના વરસાદની અસર તળે બફારો, ઉકળાટ શરૂ થતા લોકો રીતસર અકળાઈ ઉઠ્યા છે.