બળાત્કારમાં ફસાવી દેવાની ધમકી આપી અઢી લાખ માંગ્યા : કાંડને અંજામ આપવામાં મીતાણાંના શખ્સનું નામ પણ ખુલ્યું મોરબી : રાજકોટની જાનકી નામની યુવતીએ ટંકારાના નેકનામના ખેડૂત સાથે સતત નવ દિવસ આ રીતે મીઠી મીઠી વાતો કરી હનીટ્રેપમાં ફસાવી બળાત્કારના ગુનામાં ફીટ કરી દેવાની ધમકી આપી અઢી લાખ પડાવવાનો કારસો રચાતા આ મામલે રાજકોટ પોલીસે ગુન્હો નોંધી બે યુવતિ, બે મહિલા અને એક યુવાન તથા એક સગીરને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. ટંકારાના નેકનામ ગામે રહેતાં અને ખેતીકામ કરી ગુજરાન ચલાવતાં નિતીનભાઇ મગનભાઇ દેત્રોજાને રાજકોટની જાનકી કનકનભાઈ કુંભાર નામની યુવતીએ સતત ફોન કરી જાળમાં ફસાવ્યા હતા અને બાદમાં યેનકેન પ્રકારે હડાળા પાસે મળવા બોલાવી જાનકી ગેંગના સભ્યોએ પોલીસની ખોટી ઓળખ આપી રૂપિયા અઢી લાખ આપવાની ઢાંકી આપી રાજકોટ ઉઠાવી જતા આ મામલે ખેડૂતે પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો ભાર આવ્યો છે. પોલીસે આ બનાવમાં ટંકારાના નેકનામ ગામે રહેતાં અને ખેતીકામ કરી ગુજરાન ચલાવતાં નિતીનભાઇ મગનભાઇ દેત્રોજા (ઉ.વ.૪૭)ની ફરિયાદ પરથી રાજકોટ ચુનારાવાડની જાનકી કનકભાઇ કુંભાર, મિંતાણાના ઉર્વેશ ગજેરા, દારૂ અને નારકોટીકસના ગુનામાં અગાઉ સંડોવાઇ ચુકેલી જીલુબેન, માંડા ડુંગરની ગોળાઇ પાસેઅ આવેલા મોગલ આશ્રમ મંદિરની સંચાલિકા ગીતાબેન તથા તેના સગીર પુત્ર સામે આઇપીસી ૩૮૭, ૧૨૦ (બી), ૪૧૯, ૩૪૨, ૩૨૩, ૫૦૪, ૧૧૪ મુજબ પુર્વયોજીત કાવત્રુ ઘડી પૈસા પડાવવાના ઇરાદે નિતીનભાઇ સાથે જાનકીએ ફોન પર દસેક દિવસ સુધી 'હું તમને ઓળખુ છું, તમને મળવું છે' એવી વાતો કરી છેલ્લે ગઇકાલે રાજકોટ મળવા બોલાવી રૂમમાં બેસાડી વાતો કરી ત્યાં બીજા શખ્સોએ પ્લાન મુજબ આવી જઇ પોલીસની ઓળખ આપી 'આ ખોટુ કહેવાય, ગુનો બને' કહી ધમકાવી બળાત્કારના ગુનામાં ફીટ કરાવી દેવાની ધમકી દઇ રૂ. અઢી લાખ કઢાવવા ગોંધી રાખી લાફા મારી બળજબરીથી આધાર કાર્ડ પડાવી લેવાનો ગુનો નોંધી ટોળકીને સકંજામાં લીધી છે. નિતીનભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું ખેતી કામ કરી ગુજરાન ચલાવુ છુંઅનેસાથે ઇકો ગાડી પણ સ્પેશિયલ ભાડાથી કોઇને જોઇતી હોય તો આપુ છું. સંતાનમાં એક દિકરી અને એક દિકરો છે. આશરે દસેક દિવસ પહેલા મારા ફોનમાં એક ફોન આવ્યો હતો. જે રિસીવ કરતાં ફોન કરનારે, 'મારું નામ જાનકી છે, હું રાજકોટથી બોલુ છું, હું તમને સારી રીતે ઓળખુ છું, અને મારે તમને મળવું છે' તેવી વાત કરતાં મેં તેને કહેલું કે-હું તમને ઓળખતો નથી, મારુ શું કામ છે? તેમ કહેતાં તેણે 'મારે એક વખત મળવું છે, અને આપણે બંનેને ફ્રેન્ડશીપ કરવી છે' તેમ કહેતાં મેં કહેલું કે-હું બાલ બચ્ચાવાળો માણસ છું, આ વસ્તુ મને ન શોભે.આ પછી જાનકીએ સતત નવ દિવસ આવી વાતો કરી હતી. બુધવારે ૨૮મીએ બપોરે ફરીથી તેણે ફોન કર્યો હતો અને 'નિતીનભાઇ હું તમને ઓળખુ છું, મને એક વખત મળો મારે તમારું અંગત કામ છે' તેમ કહેતાં નીતિનભાઈ મળવા પહોંચતા આ ગેંગ દ્વારા હનીટ્રેપને અંજામ આપવામાં આવ્યો હતો.