માસ્ક વિના ફરતાં 13, કર્ફ્યૂભંગ કરતાં 8, વધુ પેસેન્જર બેસાડતાં 11 રીક્ષા-કારચાલક વિરુદ્ધ દંડનાત્મક કાર્યવાહી કરાઈ: મોરબી: બુધવારે દિવસ-રાત દરમ્યાન મોરબી જિલ્લામાંથી કોવિડ ગાઈડલાઇન્સ તેમજ રાત્રી કર્ફ્યૂનો ભંગ કરતા લોકો સામે વિવિધ તાલુકા તેમજ શહેર પોલીસે અલગ અલગ કલમો હેઠળ કુલ 32 કેસ કરી તમામ સામે દંડનાત્મક કાર્યવાહી કરી હતી તથા 10 રીક્ષા અને 1 કાર ડિટેઇન કરી હતી. મોરબી સીટી એ.ડિવિઝન પોલીસે માસ્ક પહેર્યા વિના જાહેરમાં ફરતા કે દુકાનો પર માસ્કવિના બેસેલા 4, લોકડાઉનના જાહેરનામાનો ભંગ કરી દુકાન ખુલ્લી રાખતા 3 સામે જ્યારે બી.ડિવિઝન પોલીસે માસ્ક પહેર્યા વિના જાહેરમાં ફરતાં 3, વધુ પેસેન્જર બેસાડીને સોશિયલ ડિસ્ટનસના નિયમભંગ કરતા 3 રીક્ષા ચાલક, રાત્રી કરફ્યૂ દરમ્યાન અગત્યના કામવિના બહાર નીકળેલા 5 સામે અલગ અલગ કલમો હેઠળ દંડનાત્મક કાર્યવાહી કરી હતી. જ્યારે વાંકનેર સીટી પોલીસે માસ્ક પહેર્યા વિના અને માસ્કનો દંડ આપવાની આનાકાની કરતા 4, વાંકાનેર તાલુકા પોલીસે દુકાનમાં સોશિયલ ડિસ્ટનસનો ભંગ તેમજ માસ્કના નિયમનો ભંગ કરતા 1 દુકાનદાર, માસ્કવિના જાહેરમાં ફરતા 1 સામે તથા ટંકારા પોલીસે નિયમ વિરુદ્ધ વધુ પેસેન્જર રિક્ષામાં બેસાડતા 3, વધુ પેસેન્જર બેસાડીને નીકળતા 1 કારચાલક સામે તથા માળીયા મિયાણા પોલીસે માસ્ક પહેર્યા વિના રીક્ષા ચલાવતા તેમજ વધુ પેસેન્જર બેસાડીને નીકળતા 3 રિક્ષાચાલક સામે તથા હળવદ પોલીસે નિયમ વિરુદ્ધ વધુ પેસેન્જર બેસાડીને નીકળતા 1 રિક્ષાચાલક સામે વિવિધ કલમો હેઠળ દંડનાત્મક કાર્યવાહી કરી ઉક્ત વાહનો ડિટેઇન કર્યા હતાં.