25 એપ્રિલે પતિએ ગુમસુધા નોંધ કરાવતા પરણિતા પોલીસ મથકે હાજર થઈ મોરબી : મોરબીમાં રહેતી પરણિતા પોતાના બાળક સાથે ગુમ થયા બાદ ગઈકાલે સામેથી પોલીસ મથકે હાજર થઇ હતી અને પતિ, સાસુના ત્રાસના કારણે ઘર છોડી અમદાવાદ પોતાના મિત્ર સાથે લિવ ઈન રિલેશનમાં રહેવા જતી રહી હોવાનું જાહેર કર્યું હતું. મોરબીમાં સાયંન્સ કોલેઝ પાછળ ગાંધી સોસાયટીની બાજુમા મફતીયાપરા રહેતા અનીલભાઇ કરશનભાઇ લાધવાએ પોલીસ મથકમાં તા.25 એપ્રિલના રોજ તેમના પત્ની સંગીતાબેન અને પુત્ર ધ્રુવીલ ગુમ થઇ ગયા હોવાની નોંધ કરાવી હતી જેમાં ગઈકાલે સંગીતાબેન સામેથી પોલીસ મથકે હાજર થયા હતા અને પતિ તેમજ સાસુનો ત્રાસ હોય પોતે તેના મિત્ર જયદીપ સાથે લીવ ઇન રીલેશનમાં રહેવા અમદાવાદ જતા રહેલ હોવાનું જાહેર કર્યું હતું.