ટંકારા : મોરબી તાલુકાના કોયલી ગામે સ્વર્ગસ્થ જીવાબેન ડાયાભાઈ જીલરીયાના સ્મરણાર્થે જીલરીયા પરિવારે કોયલી ગામ અને આજુબાજુના ગામડાઓમાં વસતા પરિવારોમાં મીથીલીન બ્લુ નામની દવાનું વિતરણ કર્યું હતું. હાલ ચાલી રહેલી કોરોના બીમારીમાં આ મીથીલીન બ્લ્યુ નામની દવા ખૂબ જ અક્સિર સાબિત થઈ રહી હોય જીલરીયા પરિવારે લોકોની આરોગ્ય સુખાકારી સુદૃઢ રહે અને કોઈ કોરોના બીમારીથી સંક્રમિત ન થાય એ માટે આ રામબાણ ઔષધિ વિનામૂલ્યે લોકો સુધી પહોંચાડી જીવામાંને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ પાઠવી હતી.