મોરબી : મોરબીમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે તંદુરસ્તી જળવાય તે હેતુથી મોરબીના વૈદ્ય કિશોરભાઈ વાળંદ દ્વારા તેમના માતુશ્રી જયાબેન મૂળજીભાઈ દશાડિયાની સ્મૃતિમાં ઔષધીય વનસ્પતિનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. આ આયોજન સિમ્પોલોવાળા ઠાકરશીભાઈ પટેલના સહયોગથી કરવામાં આવ્યું છે. આ વિતરણ તા. 26 એપ્રિલથી 30 મે સુધી સવારે 9થી 12 કલાકે વિજય હેર ડ્રેસર, રવાપર રોડ, ચકિયા હનુમાન મંદિર સામે કરવામાં આવશે. વધુ વિગત માટે કિશોરભાઈ (96240 12474)નો સંપર્ક કરી શકાશે. તેમ યાદીમાં જણાવાયું છે.