જાહેરનામું માત્ર મોરબી શહેરને લાગુ પડે છે વાંકાનેર : વાંકાનેરમાં કોરોના અન્વયે શહેર પોલીસ દ્વારા જાહેરનામાની અમલવારી સબબ મુખ્ય બજાર સહિતનાં તમામ વિસ્તારોમાં દુકાનો બંધ કરાવવામાં આવી હતી પરંતુ ત્યાર બાદ માત્ર મોરબી શહેરને જ આ જાહેરનામું લાગુ કરવાનું જાહેર કરવામાં આવતા આવતીકાલથી તમામ વેપારીઓ દુકાનો ખુલ્લી રાખી શકશે તેમ ઈન્ચાર્જ મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું. કોરોના મહામારી અનુલક્ષીને જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા લોક ડાઉન લાગુ કરવા બહાર પાડવામાં આવેલ જાહેરનામાંની અમલવારી કરાવવા આજરોજ શહેર પોલીસ દ્વારા શહેર બંધ કરાવવામાં આવતા તમામ વેપારીઓએ તાકીદે દુકાનો બંધ કરી દેતા મુખ્ય બજાર સહિત સમગ્ર શહેર સુમસામ બની ગયું હતું, પરંતુ ત્યાર બાદ આ જાહેરનામું માત્ર મોરબી શહેરને જ લાગુ પડશે તેવું જાહેર કરાતા વાંકાનેર ઈન્ચાર્જ મામલતદાર દ્વારા આવતીકાલથી વાંકાનેરનાં તમામ વેપારીઓ રાબેતા મુજબ દુકાનો ખુલ્લી રાખી શકશે તેવું જણાવ્યું હતું ત્યારે અનેક તર્ક વિતર્કો વચ્ચે મોડી સાંજે વેપારીઓની મૂંઝવણ દૂર થઈ હતી.