કોરોનાના દર્દીનો જલ્દી વારો લેવા મામલે તબીબને ગાળો આપવી ભારે પડી મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીને જલ્દી સારવાર આપવા મામલે તબીબને ગાળો આપનાર દર્દીના સગા વિરુદ્ધ એ ડિવિઝન પોલીસમાં ફરજમાં રુકાવટ સહિતની કલમો મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. મોરબી સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે ડોકટર હિતેષભાઇ હરેશભાઇ ચાવડા ફરજ ઉપર હતા ત્યારે કોરોના પેશન્ટના સંબંધી એવા ધવલ હર્ષદભાઇ પંડયા (રહે. મોરબી અનંતનગર જનકલયાણ સોસાયટી મોરબીવાળા)એ અમારા સગાનો વારો ક્યારે આવશે તેવું વારંવાર પૂછતાં ફરજ ઉપરના તબીબે તમે કેટલી વાર પૂછવા આવશો એવું જણાવતા ઉશ્કેરાઈ ગયેલ આરોપી ધવલ પંડ્યાએ તબીબને ગાળો આપી ફરજમાં રુકાવટ કરી હતી. આ મામલે ડોકટરે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇ.પી.સીકલમ- ૧૮૬,૫૦૪,૫૦૬(૨) તથા ડીજાસ્ટર મેનેજમેન્ટ એકટ ની કલમ ૫૧ (એ) મુજબ આરોપી ધવલ પંડ્યા વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.