મોરબી : ભારતીય જનતા પાર્ટી-ગુજરાત પ્રદેશ, કમલમ, ગાંધીનગર ખાતેથી ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા ગઈકાલે તા. 27ના રોજ જિલ્લા/મહાનગરના સંગઠનના પ્રભારીઓના નામોની જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ મોરબી જિલ્લાના પ્રભારી તરીકે પ્રકાશભાઈ સોની તથા ભાનુભાઇ મહેતાની નિમણુંક કરવામાં આવી છે. તેમજ નવનિયુક્ત પ્રભારીઓ કોરોનાની મહામારીમાં 'સેવા હી સંગઠન' અંતર્ગત ચાલી રહેલા સેવા કાર્યો અને વેક્સીન અભિયાનની કામગીરીમાં વિશેષ ધ્યાન આપવા પ્રદેશ પ્રમુખે મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેની યાદીમાં જણાવ્યું છે.