મોરબી : મોરબી જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે મોરબીના સામાન્ય લોકોથી લઈને ઉદ્યોગપતિઓ આગળ આવી રહ્યા છે. ત્યારે મોરબીના લાતીપ્લોટવાળા મનીષભાઈ નરભેરામભાઇ મિસ્ત્રી (આર્ટસન એન્જીનીયરીંગ) દ્વારા યંગ ઇન્ડિયા ગ્રુપ સંચાલિત કોવિડ કેર સેન્ટરને 500 પાણીની બોટલો અર્પણ કરવામાં આવી છે. આમ, કોરોનાની મહામારી દરમિયાન અનેક લોકો યથાશક્તિ યોગદાન આપી રહ્યા છે.