આજથી 15 મે સુધી તમામ દુકાનો સવારે 7 થી 10 વાગ્યા અને સાંજે 5 થી 8 વાગ્યા સુધી ખુલ્લી રહેશે મોરબી : મોરબીના ધૂળકોટ ગામે કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે ધૂળકોટ ગ્રામ પંચાયત દ્વારા આજથી 15 મેં સુધી આશિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે જેમાંઆજથી 15 મેં સુધી તમામ દુકાનો સવારે 7 થી 10 અને સાંજે 5 થી 8 વાગ્યા સુધી ખુલ્લી રહેશે તેવો ધૂળકોટ ગ્રામ પંચાયત દ્વારા નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. ધૂળકોટ ગ્રામ પંચાયત દ્વારા ગામલોકોને સંબોધીને જણાવવામાં આવ્યું છે કે, ધુળકોટ ગામની આજુબાજુના ગામમાં કોરોના વાઇરસના સંક્રમણ તેમજ આજુબાજુમાં કોરોના કેસ માં વધારો થયેલો હોવાથી સાવચેતી ખાતર ધુળકોટ ગ્રામ પંચાયત દ્વારા ગામની તમામ દુકાનો સવારે 7 થી 10 બપોરે 5 થી 8 સુધી ખુલ્લી રહેશે તેવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. ગ્રાંય પંચાયતે વધુમાં જણાવ્યું હતું કે, અન્ય દુકાનદારે વધુ ભીડ જમા કરવા દેવી નહીં. તેમજ ગામમાં જાહેરમાં માસ્ક પહેરવા ફરજિયાત છે. કોરોના ન ફેલાય તે માટે ગામની જનતાને જાહેર અપીલ કરવામાં આવે છે.માટે તમામ લોકો માસ્ક પહેરી તેમજ જાહેરમાં ત્રણથી ચાર વ્યક્તિ ભેગા ન થાઈએ અને સોશિયલ ડિસ્ટન્સ નુ પાલન કરવાનો અનુરોધ કર્યો છે. આ સ્વૈચ્છિક લોકડાઉનના નિયમો 15 મેં સુધી અમલમાં રહેશે તેવું ગ્રામ પંચાયત દ્વારા જણાવાયું છે.