માળીયા : માળીયા તાલુકાના ખાખરેચી આરોગ્ય કેન્દ્રને રૂ.30 હજારની કિંમતની દવાનો જથ્થો આપી મોરબી સ્પ્રે ડાયર એસોસિએશન દ્વારા માનવતા મહેકાવવામાં આવી છે સાથો -સાથ સંસ્થા દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને આર્થિક મદદ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. માળીયા તાલુકાના ખાખરેચી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સ્પ્રે ડાયર એસોસિએશનના બાબુભાઈ ચતુરભાઈ ગોધવિયા તરફથી કોરોનાની દવા, વિટામિન સી અને એજીથ્રોમાયસીન સહીત રૂપિયા ૩૦.૦૦૦ કિંમતનો દવાનો જથ્થો અર્પણ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત બેલા, લાલપર, રંગપર અને રફાળેશ્વર સહિતના ગામના ગરીબ જરૂરિયાતમંદ લોકોને દવાની જરૂર પડે તો આર્થિક સહયોગ આપવાની જાહેરાત કરી ત્રણથી ચાર લોકોને સીટી સ્કેન પણ કરાવી આપ્યા હોવાનું એસોશિએશન દ્વારા જણાવાયું છે. વધુ વિગતો માટે બાબુભાઈ ચતુરભાઈ ગોઘવિયા, મો. 9099644333, ભાવેશ ભાઈ, મો.7043333333 તથા અશોકભાઈ, મો.9825672103 ઉપર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.