હળવદ : હળવદમાં ટ્રકમાંથી રૂ. 25 હજારના ટી-શર્ટોની ઉઠાંતરી થઇ ગઈ છે. અજાણ્યા શખ્સોએ કન્ટેનરનુ તાળુ તોડી ચોરીને અંજામ આપ્યો હતો. ગઈકાલે તા. 26ના રોજ હળવદ બાયપાસ ઉપર આવેલ પેટ્રોલપંપ પાસે દિલીપકુમાર નંદલાલજી નાયકના ટ્રક નં. NL-01-AB-9500ના કન્ટેનરનુ તાળુ તોડી કન્ટેનરમાં રાખેલ ટીશર્ટના 5 કાર્ટૂન (કિ.રૂ. 25,000)ની ચોરી કરી હતી. આ બનાવ અંગે હળવદ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. હાલમાં પોલીસે ચોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.