મોરબી : કોરોના વાયરસના રોગની સારવાર માટે નારિયેળનું પાણી ઉપયોગી થાય છે. આથી, મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપના સદસ્ય એવા વકીલ કાજલબેન ચંડીભમ્મર તેમજ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા ધરતીબેન અવચરભાઈ બરાસરા દ્વારા યંગ ઇન્ડિયા ગ્રુપ સંચાલિત કોવિડ કેર સેન્ટરના દર્દીઓને નાળિયેરનું વિતરણ કરવામાં આવ્યું છે. આમ, કોવિડ કેર સેન્ટરના દર્દીઓની સારવારમાં બંને સેવાભાવી મહિલાઓ દ્વારા યોગદાન આપવામાં આવ્યું છે.