મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા દ્વારા જિલ્લા કલેક્ટરને રજુઆત મોરબી : મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં સુવિધાઓની દ્રષ્ટિએ સૌથી વધુ પછાત રહેલા માળીયા તાલુકામાં જરૂરી આરોગ્યની સુવિધાઓના અભાવે હાલની કોવિડની પરિસ્થિતિ ગંભીર છે ત્યારે જરૂરી આરોગ્ય સુવિધાઓના અભાવે માળીયા પંથકના દર્દીઓની કપરી દુર્દશા થઈ રહી હોય, માળીયા તાલુકામાં હાલની કોવિડની પરિસ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી રેમડીસીવરનો જથ્થો ફાળવવા તેમજ ડોકટરોની નિમણુંક કરવા માટે જિલ્લા કલેક્ટરને રજુઆત કરવામાં આવી છે. મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ જિલ્લા કલેક્ટરને રજુઆત કરીને જણાવ્યું હતું કે, મોરબી જીલ્લામાં વિકાસની દ્રષ્ટિએ સૌથી વધુ પછાત રહેલા માળીયા (મી.) તાલુકાના માળીયા (મી.) સી.એચ.સી. કેન્દ્ર પર ડોકટરની જગ્યા ઘણા સમયથી ખાલી છે. હાલમાં કોરોનાની પરીસ્થિતીને ધ્યાને લઇ માળીયા (મી.)ના સી.એચ.સી. કેન્દ્ર પર ડોકટર જગ્યા ભરવાની માંગ કરી છે. તેમજ માળીયા (મી.) તાલુકામાં આજ દિન સુધી રેમડિસીવર ઇજેકશનનો જથ્થો ફાળવવામાં આવેલ નથી. જેથી, દર્દીઓની કફોડી હાલત થાય છે. તેમજ માળીયા (મી.) તાલુકામાં રેમડિસીવર ઇન્જેક્શનનો જથ્થો તાત્કાલીક ફાળવવાની માંગ કરી છે.