માળીયાના 10 ગામોમાં કોરોના રેપીડ ટેસ્ટ કેમ્પ યોજાયો મોરબી : મોરબીની જયદીપ એન્ડ કંપની દ્વારા આજે માળીયા તાલુકાના 10 ગામોમાં કોરોના રેપીડ ટેસ્ટ કેમ્પ યોજવામાં આવ્યા હતા જેમાં 200 લોકોના ટેસ્ટ કરવામાં આવતા માત્ર 13 લોકો જ કોરોના પોઝિટિવ આવતા હવે મોરબી જિલ્લામાં કોરોના હાંફયો હોવાના અણસાર મળી રહ્યા છે. જયદીપ એન્ડ કંપનીના દિલુભા ઉદેસિંહ જાડેજા, જયુભા ઉદેસિંહ જાડેજા અને અશ્વિનસિંહ જાડેજા દ્વારા આજે માળીયા તાલુકાના વવાણીયા, જાજસર સહિતના 10 ગામોમાં કોરોના રેપીડ ટેસ્ટ માટે અલગ - અલગ કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં અંદાજે 200 લોકોના ટેસ્ટ કરવામાં આવતા કુલ 13 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં કોરોના ચરમસીમાએ પહોંચ્યા બાદ હવે કોરોના હાંફયો હોય તેવા સંકેતો વચ્ચે માળીયા તાલુકામાં જયદીપ એન્ડ કંપની દ્વારા હાથ ધરાયેલ રેપીડ કોરોના ટેસ્ટમાં રાહત જનક સમાચાર મળતા ગ્રામ્ય જનતામાં રાહતની લાગણી પ્રસરી છે.