મોરબી : આગામી તા.27ને મંગળવારે રાજપૂત સમાજ મોરબીના ભાઈઓ બહેનો માટે એ.કે.કોમ્યુનિટી હોલ ખાતે વિનામૂલ્યે કોરોના રેપીડ ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. સ્વ.ઉદયસિંહ મનુભા જાડેજા પરિવાર (જયદિપ & કંપની) વવાણીયા, મોરબીના સૌજન્યથી મોરબી રાજપૂત સમાજ, ગુજરાત રાજપૂત યુવા સંઘ ,કરણી સેના મોરબી દ્વારા વર્તમાન ગંભીર મહામારીના કપરા સમયમાં રાજપૂત સમાજ મોરબીના ભાઈઓ બહેનો માટે એ.કે.કોમ્યુનિટી હોલ,છોટાલાલ પેટ્રોલપંપવાળી શેરી ગુજરાત હાઉસીંગ બોર્ડ,શનાળા રોડ - મોરબી ખાતે મંગળવારે સવારે 9:00 થી 12:00 અને બપોરે 3:00 થી 6:00 દરમિયાન ફ્રી રેપીડ કોરોના ટેસ્ટ કેમ્પનું આયોજન કરેલ છે. આ કેમ્પમાં પોઝિટિવ દર્દીઓને જરૂરી દવાઓ મેઘરાજસિંહ ઝાલા શક્તિ મેડિકલ તરફથી વિનામૂલ્યે આપવામાં આવશે. કેમ્પ માટે મોરબી રાજપૂત સમાજના પૂર્વ પ્રમુખ મહેન્દ્રસિંહ દિલુભા ઝાલા (રંગપર) તરફથી રૂ.૫૧૦૦૦નું અનુદાન મળેલ છે. આ કોરોના રેપીડ ટેસ્ટ કેમ્પ અંગે વધુ વિગત માટે મોબાઈલ નંબર (1) 97258 55777 (2)99250 20249 (3)78029 77777 (4)90336 00303 સંપર્ક કરવો અને શહેર જિલ્લાના રાજપૂત સમાજના તમામ ભાઈઓ બહેનો આ કેમ્પનો લાભ લેવા યાદીમાં જણાવાયું છે.