મોરબી : મોરબી શહેર ભાજપા અનુસૂચિત જાતિ મોરચાના બાબુભાઈ એન. પરમાર દ્વારા મોરબી જીલ્લા કલેકટર જે. બી. પટેલને આરોગ્ય કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓને તાત્કાલીક કોરોનાની સારવાર આપવા બાબતે લેખિત રજુઆત કરવામાં આવી છે. આ લેખિત રજુઆતમાં જણાવાયું છે કે મોરબી જીલ્લામાં કોરોનાની કહેર વચ્ચે મોરબી જીલ્લા પોલીસ સુપેરે જવાબદારી નિભાવી રહ્યા છે. અને સતત 24 કલાક પોતાનો જીવ જોખમમાં મુકી લોકોની સેવામાં તત્પર હોય છે. તેમજ આરોગ્ય કર્મચારીઓ સતત કોરોનાના દર્દીઓના સંપર્કમાં આવી દર્દીઓની સારવાર કરતાં હોય છે. આથી, જો પોલીસ અને આરોગ્ય કર્મીઓ કોરોના વાયરસનો ભોગ બને તો ઓકસીજન બેડ, વેન્ટિલેટર બેડ જેવી સુવિધા તાત્કાલીક આપવા અપીલ કરવામાં આવી છે. જેથી, પોલીસ કર્મચારી અને આરોગ્ય કર્મચારીને જલદી સારવાર મળી જાય અને લોકોની સેવામાં જોડાય જાય.