મોરબી : કોરોના મહામારીમાં કોરોના પોઝિટિવ દર્દી સાજા થયા બાદ તેમના પ્લાઝમા અન્ય દર્દીને સારવારમાં ખૂબ જ ઉપયોગી થતા હોય મોરબીના યુવાન દ્વારા પ્લાઝમા ડોનેટ કરી અન્યની જિંદગી બચાવવા માનવતા મહેકાવી હતી. મોરબીના યુવાન જીતેન હીતેન્દ્રભાઈ આડેસરાએ રાજકોટ ખાતે પ્લાઝમા ડોનેટ કરી મહામુલી માનવ જીંદગી બચાવવાનુ ભગીરથ કાર્ય કર્યુ છે. આ તકે રાજકોટ પ્લાઝમા ગૃપ તથા મોરબી પ્લાઝમા ગૃપ તરફથી લોકોને અપીલ કરવામા આવી છે કે વધુને વધુ લોકો પ્લાઝમા ડોનેટ કરી માનવ જીવન બચાવવાના ઉમદા કાર્યમા સહભાગી થાય.