એલસીબીએ રોકડા રૂ. ૫૧,૫૦૦ જપ્ત કર્યા મોરબી : મોરબી એલસીબી ટીમે હળવદ તાલુકાના રાતભેર ગામની સીમમાં દરોડો પાડી પાંચ આરોપીઓને જુગાર રમતા ઝડપી લઈ રૂપિયા 51,500ની રોકડ રકમ જપ્ત કરી હતી. મોરબી એલસીબીના હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજાને મળેલ બાતમીને આધારે હળવદ તાલુકાના રાતાભેર ગામની સીમમાં ડુંગરપુર જવાના રસ્તે આરોપી રધુભાઇ તેજાભાઇ કોળીના વાડીના શેઢે એલસીબી ટીમે દરોડો પાડતા (૧) રધુભાઇ તેજાભાઇ કુણપરા, રહે.રાતાભેર, તા.હળવદ, જી.મોરબી (ર) કાનજીભાઇ મુળજીભાઇ સેરસીયા, ઉ.વ.૫૩, રહે.નવા રાતાભેર, તા.હળવદ, જી.મોરબી, (૩) સામતભાઇ શામજીભાઇ કુણપરા, ઉ.વ.૩૮, રહે.રાતાભેર, તા.હળવદ, જી.મોરબી., (૪) ભુપતભાઇ હેમુભાઇ મકવાણા, ઉં.વ.૪૦, રહે.રાતાભેર, તા.હળવદ, જી.મોરબી તથા (૫) જયંતીભાઇ પરસોતમભાઇ ખાવડીયા, ઉં.વ.૪૮, રહે,રાતાભેર, તા.હળવદ, જી.મોરબી.વાળાઓને રોકડ રૂપીયા ૫૧,૫૦૦ સાથે જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. એલસીબી ટીમે પાંચેય આરોપીઓને પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા કલમ હેઠળ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે. આ સફળ કામગીરી એલસીબી પીઆઇ વી.બી.જાડેજા, દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, પૃથ્વીસિંહ જાડેજા, રજીનીકાંતભાઇ કૈલા, વિક્રમભાઇ કુંગરસીયા, સતીષભાઇ કાંજીયા વગેરેએ કરી હતી.