વાંકાનેર : વાંકાનેર તાલુકાના વાઘાસીયા ગામ પાસે આવેલ સીરામીક કારખાનામાં ભઠ્ઠીની આગમાં દાઝી જવાથી શ્રમિકનું મોત નીપજ્યું હતું. વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામ પાસે આવેલ કુસો સીરામીક કારખાનામાં રહીને મજૂરી કામ કરતા ઉમરાવભાઇ માનકેભાઇ આહીરવાદ (ઉ.વ ૪૭) નામના શ્રમિક તા.૨૪ ના રોજ આ કારખાનામાં મજૂરી કામ કરી રહ્યા હતા. ત્યારે આ સીરામીક કારખાનાની ભઠ્ઠીની આગમાં તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. આથી, તાત્કાલિક તેઓને સારવાર અર્થે વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરીને આગળની તપાસ વાંકાનેર સીટી પો.સ્ટે.ના એ.એસ.આઇ એમ.આર.ગામેતી ચલાવી રહ્યા છે.