ગાજ વીજ અને કરા સાથે માવઠાથી ઉનાળુ પાકને નુક્શાનીની દહેશત ટંકારા : આજે બપોર બાદ ટંકારા તાલુકાના મિતાણા પંથકમાં ગાજ વીજ અને કરા સાથે કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોના ઉનાળુ મોલ ઉપર ખતરો ઉભો થયો છે. પ્રાપ્ત વિગતો મુજબ ટંકારાના મિતાણા રોડ ઉપર આવેલ હમિરપર, નેકનામ, ધ્રોલિયા અને સખપર સહિતના ગામડામા બપોર બાદ ધોધમાર કરા સાથે વરસાદ તૂટી પડ્યો હતો અને રોડ ઉપર રીતસર પાણી વહેવા લાગ્યા હતા. ચૈત્ર મહિનામાં આવેલા કમોસમી વરસાદમાં આજે ગાજવીજ અને પવનથી અફરાતફરી મચી જવા પામી હતી અને ખેડૂતોના ઉનાળુ પાકને નુકસાન થાય એવો વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત બન્યા છે.