સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કના ભંગ બદલ 8 રીક્ષાચાલકો, દૂકાનદારો અને રેકડીધારકો તેમજ પાથરણાવાળા દંડાયા મોરબી : મોરબી શહેરમાં કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે સરકાર દ્વારા લાગુ કરાયેલા રાત્રી કર્ફ્યુ અને કોવિડની ગાઈડલાઈન અમલમાં હોવા છતાં કેટલાક નાસમજ લોકો આ નિયમની અમલવારી કરવામાં માનતા જ ન હોવાથી પોલીસે આવા લોકો સામે કાર્યવાહી ચાલુ રાખી છે. જેમાં મોરબી જિલ્લામાં પોલીસે શનિવારે કર્ફ્યુ-કોવિડ ગાઈડલાઈનનો ભંગ કરનાર 34 સામે કાર્યવાહી કરી હતી તેમજ સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કના ભંગ બદલ 8 રીક્ષાચાલકો, દૂકાનદારો અને રેકડીધારકો તેમજ પાથરણાવાળા સામે પણ કાર્યવાહી કરી હતી. મોરબીમાં પોલીસે શનિવારે રાત્રે કરફ્યુમાં ખોટી રીતે આટાફેરા કરતા 4 લોકો તેમજ બે ગાંઠિયાની લારી ખુલ્લી રાખનાર બન્નેના સંચાલકો, નિયમ કરતા વધુ પેસેન્જરો રિક્ષામાં બેસાડી અવરજવર કરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર 4 રીક્ષાચાલકો, માસ્ક વગર જાહેરમાં નીકળેલા 5 લોકો, માસ્ક વગર કેરીનો વેપાર કરતા વેપારી, વાંકાનેરમાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ તેમજ કોરોના રિપોર્ટ સાથે નહિ રાખનાર શેરડીના ચિચોડાના માલિક, ફરસાણના દુકાનદાર, પાન-માવાની દુકાન અને એક હોટલના માલિક, તેમજ માળીયા (મી.)માં નિયમ કરતા વધુ પેસેન્જરો રિક્ષામાં બેસાડી અવરજવર કરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર 3 રીક્ષાચાલકો, હળવદમાં માસ્ક વગર નીકળેલા એક ઉપરાંત ટંકારાના નિયમ કરતા વધુ પેસેન્જરો રિક્ષામાં બેસાડી અવરજવર કરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર બે રીક્ષાચાલકો, એક ઇકો કારચાલક અને દુકાનદાર સામે નિયમ મુજબ ધોરણસરની કાર્યવાહી કરી હતી.