હર્ષાબેન જયંતિભાઇ વેદ દ્વારા પ્રેરણાદાયી પગલું મોરબી : મોરબીના રફાળેશ્વર નજીક આદર્શ નિવાસી શાળા ખાતે જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા કોવિડ કેર સેન્ટર કાર્યાન્વિત કરી ખરા સમયે મોરબી માટે આશીર્વાદરૂપ કામગીરી કરવામાં આવતા દાતાઓ દ્વારા ઉદારહાથે દાનની સરવાણી વહાવવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે હર્ષાબેન જયંતિભાઈ વેદ પરિવાર દ્વારા ધીરુભાઈ ચપ્પલવાળાના હસ્તે યંગ ઇન્ડિયા ગ્રુપ સંચાલિત કોવિડ કેર સેન્ટર માટે રૂ. 21,000નું અનુદાન આપવામાં આવ્યું હતું.