મોરબી : મોરબીમાં કોરોનાના હાહાકારને કારણે ઘરેઘરે કોરોના હોવાની કપરી સ્થિતિ સામે આવી છે. ત્યારે મોરબી શહેરને અડીને આવેલા શક્ત શનાળા ગામમાં કોરોનાના કહેર વચ્ચે વધુ સંક્રમણ ન ફેલાય તે માટે મૂળ આ ગામના જ વતની અને હાલ મોરબી રહેતા ત્રણ ભાઈઓએ સ્વખર્ચે આખા શનાળા ગામને સેનેટાઝનશન કરાવ્યું હતું. મૂળ મોરબીના શક્ત શનાળા ગામના વતની અને વર્ષોથી મોરબી ધંધા અર્થે સ્થાયી થયેલા કેશવજીભાઈ અને મગનભાઈ કાંજિયાના પુત્રો કલ્પેશભાઈ, વિમલભાઈ તેમજ રોહિતભાઈએ હાલ શક્ત શનાળા ગામે કોવિડને ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈને આ ગામમાં વધુ કોરોના સંક્રમણ ન થાય એ હેતુસર સ્વખર્ચે આખા ગામને સેનેટાઝેશન કરાવ્યું હતું. આ ત્રણેય ભાઈઓએ કપરી પરિસ્થિતિ ગામની વહારે આવીને આ સદકાર્ય કરીને પોતાના માદરે વતનનું ઋણ અદા કર્યું હતું.