ગ્રામજનોને કોરોના સંક્રમણથી બચાવવા માટે સમસ્ત ગામ દ્વારા તકેદારીના પગલાં લેવાયા ટંકારા : ટંકારા પંથકમાં કોરોનાનો કહેર દિનપ્રતિદિન વધી રહ્યો છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં વધુ કોરોના સંક્રમણ અટકાવવા માટે સમસ્ત ગામ દ્વારા સઘન તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. જેમાં ટંકારાના હમીરપર અને નસીતપર ગામને કોરોના મુક્ત કરવા આ બન્ને સમસ્ત ગામ દ્વારા આખા ગામને સેનેટાઇઝેશન કરવામાં આવ્યું હતું. ટંકારા પંથકમાં કોરોનાના હાહાકાર વચ્ચે કોરોનાને અંકુશમાં લેવા માટે ગ્રામ પંચાયત તથા ગ્રામજનો આગળ આવી રહ્યા છે ત્યારે ટંકારા તાલુકાના હમીરપર અને નસીતપર ગામે કોરોનાના વધતા જતા કેસોને ધ્યાને લઈને કોરોનાને મુક્ત કરવા માટે આ બન્ને આખા ગામોને સેનેટાઈઝેશન કરવામાં આવ્યા હતા. જેમાં સમસ્ત ગામ દ્વારા આ બન્ને ગામોના તમામ ઘરો, શેરીએ શેરીએ સહિત આખા ગામોમાં સેનેટાઈઝેશનનો છટકાવ કરવામાં આવ્યો હતો. આમ બન્ને સમસ્ત ગામ દ્વારા કોરોનાને નાથવા માટે આ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા.