શ્રીરામ પ્રોવિઝન સ્ટોર અને ડેરી ફાર્મવાળા ઝીણાભાઈ પરમારનું પ્રેરણાદાયી કાર્ય મોરબી : મોરબી જિલ્લા વહીવટી તંત્ર અને યંગ ઇન્ડિયા ગ્રુપ સંચાલિત કોવિડ કેર સેન્ટરને શ્રીરામ પ્રોવિઝન અને ડેરી ફાર્મના સંચાલક ઝીણાભાઈ પરમાર દ્વારા રૂ.25,555 નું અનુદાન આપી પ્રેરણાદાયી કાર્ય કર્યું છે. મોરબીના શનાળા રોડ ઉપર સ્કાય મોલ સામે શ્રીરામ પ્રોવિઝન સ્ટોર અને ડેરી ફાર્મ ધરાવતા પરમાર ઝીણાભાઈ દેવજીભાઈ દ્વારા આજે યંગ ઇન્ડિયા ગ્રુપ સંચાલિત કોવિડ કેર સેન્ટરને રૂ.25,555 નું અનુદાન જાહેર કરી પ્રેરણાદાયી કાર્ય કર્યું છે.