L.K.G, U.K.G, ધો.1, ધો.8, ધો.9 અને ધો.10માં પ્રવેશ માટે હવે ઘરે બેઠા ઓનલાઇન ફોર્મ ભરી શકાશે : તા. 2-મે-'21 સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલશે મોરબી : મોરબીની જાણીતી તથા માનીતી તેમજ ઓનલાઇન અને ઓફલાઇન શ્રેષ્ઠતમ શિક્ષણ આપી સર્વશ્રેષ્ઠ પરિણામ આપતી સંસ્થા નિર્મલ વિદ્યાલયમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અહીં વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ઉપરાંત સાંસ્કૃતિક ઘડતર પણ કરવામાં આવે છે. દરેક શૈક્ષણિક પરિણામોમાં તેમજ ઈતર પ્રવૃતિઓમાં હમેશા સંસ્થાનો દબદબો જ રહે છે. હાલ અહીં મર્યાદિત સંખ્યામાં એડમિશન માટેનું રજિસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્મલ વિદ્યાલય દ્વારા ઓનલાઇન એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેમાં L.K.G, U.K.G, ધો.1, ધો.8, ધો.9 અને ધો.10માં પ્રવેશ માટે હવે ઘરે બેઠા ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. જો તમારા બાળકનું L.K.G માં એડમિશન મેળવવું હોય તો તા. 31-મે-'21 સુધીમાં બાળકને 4 વર્ષ પૂર્ણ થઇ ગયા હોવા જોઈએ. જો તમારા બાળકનું ધોરણ-1 માં એડમીશન મેળવવું હોય તો તા. 31-મે-'21 સુધીમાં બાળકને 5 વર્ષ પૂર્ણ થઇ ગયા હોવા જોઈએ. એક બાળક માટે ઓનલાઇન એડમિશન ફોર્મ એક વખત ભરીને માત્ર એક જ વખત સબમિટ કરવાનું રહેશે. ઓનલાઈન ફોર્મ સબમીટ કર્યા બાદ તમારા મોબાઇલની સ્ક્રીનમાં તમારું ફોર્મ સબમિટ થઈ ગયું છે તેવો સંદેશો દર્શાવે તો ફરી વખત ફોર્મ સબમીટ કરવું નહીં. આ માત્ર વ્યવસ્થા ખાતર ઓનલાઇન એડમિશન ફોર્મ ભરવામાં આવે છે, ફોર્મ ભર્યા બાદ અમારી સંસ્થા દ્વારા થોડા દિવસોમાં આપનો એડમિશન બાબતે સંપર્ક કરવામાં આવશે. ઓનલાઇન એડમિશનની પ્રક્રિયા તા. 02-મે-'21 સુધી ચાલુ રહેશે.જે વાલીને ઓનલાઈન ફોર્મ ભરવામાં મુશ્કેલી પડતી હોય તે- વાલી નિર્મલ વિદ્યાલયે રૂબરૂ આવીને ફોર્મ ભરી શકશે. ફોર્મ ભરવાનો સમય સવારે 9:00 થી 12:00 છે. જો આપને ઓનલાઈન ફોર્મ ભરવામાં કોઈપણ પ્રકારની સમસ્યા થતી હોય, તો 99090 82338 પર કોલ કરો. સંપર્ક કરવાનો સમય સવારે 9:00 થી 12:00 છે. વધુ માહિતી મેળવવા માટે સંપર્ક નંબર પ્રાથમિક વિભાગ : 0282 2233922 94295 02727 માધ્યમિક વિભાગ : 0282 2233920 79908 14772 ઓનલાઇન એડમિશન ફોર્મની લિંક https://docs.google.com/forms/d/e/1FAIpQLSfRDVPQMwa0oqz9V7gmRIIlzlMGiOsgJGVrnEYcYz4HB5xMLA/viewform?usp=sf_link