ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ કમિશનના સેક્રેટરી દ્વારા જગ્યા ભરવા મુખ્યમંત્રીને રજુઆત ટંકારા : ટંકારાની તાલુકા કક્ષાની હોસ્પિટલમાં છેલ્લા 16 વર્ષથી એમડી ડોક્ટરની જગ્યા ભરવામાં આવી ન હોય કોરોના મહામારી જોતા તાકીદે એમડી ડોક્ટરની નિમણૂક કરવા ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ કમિશનના સેક્રેટરી કાંતિલાલ બાવરવા દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે. ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ કમિશનના સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરતા જણાવ્યું છે કે, મોરબી જીલ્લામાં આવેલ ટંકારા તાલુકા મથક હોવા છતાં તે મુજબની સિવિલ હોસ્પિટલની સુવિધાઓ હોવી જોઇએ જે નથી. અને તેમાં પણ ટંકારાની આ હોસ્પિટલમાં ૨૦૦૬થી એમડી ડોક્ટરની જગ્યા ખાલી છે. જે ડોક્ટરની જરૂરિયાત હાલના કોરોના મહામારીના સમયમાં ખુબજ જરૂરિયાત હોય, તાત્કાલિક એમડી ડોક્ટરની નિમણુક આપવા માંગણી ઉઠાવી આ મામલે વિપક્ષી નેતાને પણ રજુઆત કરવામાં આવી છે.