રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીને મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની રજુઆત મોરબી : મોરબીમાં કોરોના મહામારી વચ્ચે ઓક્સિજન અને રેમડેસીવીર ઇન્જેક્શનનો પ્રશ્ન ખૂબ જ વિકટ બન્યો હોય જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપ પ્રમુખે રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી મોરબીને દૈનિક 2000 રેમડેસીવીર ઇન્જેક્શન ફાળવવા માંગ ઉઠાવી છે. મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરા અને ઉપ પ્રમુખ જાનકીબેન કૈલાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને લેખિત રજુઆત કરતા જણાવ્યું છે કે, હાલ સમગ્ર વિશ્વમાં જે રીતે કોરોના ની મહામારીએ માથુ ઉંચકયુ છે તેજ રીતે મોરબી જીલ્લામાં પણ હાલમાં કોરોના પરિસ્થિતી ગંભીર અને વિકટ બની છે ત્યારે મોરબી જીલ્લા કોરોના દર્દી ઓ માટે સરકારી પ્રાઇવેટ હોસ્પિટલોમાં બેડ, ઓકસિજન અને રેમડિસીવર ઇન્જેકશન ની ખુબજ મોટા પ્રમાણમાં અછત ઉભી થઇ છે. વધુમાં દર્દીઓની હાલત કફોડી અને દયાજનક બની ગઇ છે ત્યારે પ્રજાના તરફથી એક ચુટાયેલા પ્રતિનિધિ તરીકે અમોને પ્રતિદીન બેડ, ઓકસિજન અને રેમડિસીવર ઇન્જેકશનની વ્યવસ્થા કરી આપવા મોરબીની પ્રજા તરફથી અસંખ્ય મૌખીક અને ટેલીફોનીક અનેક રજુઆતો કરવામાં આવે છે તો સમગ્ર મોરબી જીલ્લામાં સરકારી પ્રાઇવેટ હોસ્પિટલોમાં બેડ સંખ્યા વધારવા અને ઓકસિજન ઉણપ પુરી કરવા તથા મોરબી જીલ્લાના રોજના 2000 નંગ રેમડેસીવીર ઇન્જેકશન જથ્થો તાત્કાલીક અને યુધ્ધના ધોરણે પુરો પાડવામાં આવે અને દર્દીઓ ના સગાને સ્ટીસ્કેન અને ડોકટરના લખાણ આધારે સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા કરી આપવા રજૂઆતના અંતે માંગ ઉઠાવવામાં આવી છે.