સવારથી વાતાવરણમાં વાદળો છવાયા બાદ સાંજે બફારા સાથે છાંટા વરસ્યા મોરબી : મોરબીમાં કોરોનાના કહેર વચ્ચે આજે સવારથી વાતાવરણમાં બદલાવ સાથે વાદળો છવાયા હતા અને સાંજે ક-મોસમી વરસાદ વરસતા વાતાવરણના ખેલથી લોકો અચંબિત બન્યા હતા. મોરબી શહેરમાં આજે સવારથી વાતાવરણમાં અચાનક બદલાવ સાથે ધૂપ છાવના માહોલમાં આકાશમાં વાદળાં છવાઈ ગયા હતા અને સાંજના સમયે ક-મોસમી વરસાદ રૂપે છાંટા વરસતા લોકો કોરોના મહામારી વચ્ચે માવઠાથી ચિંતિત બની કુદરતના અજીબો-ગરીબ મિજાજથી ચિંતિત જોવા મળ્યા હતા.