મોરબી : મોરબીમાં સેવાભાવી લોકો કોવિડ દર્દીઓની સેવા કરીને પોતાના કે સ્વજનના જન્મદિવસની સાર્થક ઉજવણી કરી રહ્યા છે. જેમાં આજે એક યુવાન દ્વારા જન્મદિવસે ખોટા ખર્ચ કરવાને બદલે કોવિડ સેન્ટરને ફ્રીજ અર્પણ કરવામાં આવ્યું હતું. મોરબીના યુવાન મીત મનહરભાઈ ઓધવિયાએ પોતાના જન્મદિવસ નિમિતે કોરોના સેન્ટર જોધપર ખાતે ફ્રિજ અર્પણ કર્યું હતું. કોરોનાના સેન્ટર પર દવાઓ અને વેક્સીન રાખવા ફ્રિજની તત્કાલ જરૂર હોય તેઓએ પોતાના જન્મદિવસે જ કોવિડ સેન્ટરને ફ્રિજનું અનુદાન આપી જન્મદિવસને ખરાઅર્થમાં યાદગાર બનાવ્યો હતો.