ક્રૂડ પામતેલમાં ૫૭,૪૦૦ ટનના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ ૮૫,૩૦૦ ટનના સ્તરે : ભાવમાં નરમાઈ સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ: સોનામાં એકંદરે વૃદ્ધિ, ચાંદી ઢીલી પ્રથમ સત્રમાં રૂ.૧૦,૭૮૭ કરોડનું ટર્નઓવર મુંબઈ : એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા અને ઓપ્શન્સ તેમ જ ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મળીને પ્રથમ સત્રમાં ૧૭૨૦૫૩ સોદામાં રૂ.૧૦૭૮૭.૧૩ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ હતા. સોનાના વાયદા એકંદરે વધવા સામે ચાંદીના વાયદા ઘટી આવ્યા હતા. તમામ બિનલોહ ધાતુઓ વધી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં વૃદ્ધિ હતી, જ્યારે નેચરલ ગેસ ઢીલું હતું. કૃષિ કોમોડિટીઝમાં ક્રૂડ પામતેલ (સીપીઓ)માં ૫૭,૪૦૦ ટનના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ ૮૫,૩૦૦ ટનના સ્તરે પહોંચ્યો હતો. સીપીઓ અને મેન્થા તેલના વાયદા ઘટ્યા હતા, જ્યારે કપાસ, કોટન અને રબરમાં તેજીનો માહોલ વાયદાના ભાવમાં હતો. કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૧૧૪૨૪૧ સોદાઓમાં રૂ.૫૧૦૩.૩૮ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૭૮૮૫ ખૂલી, ઊપરમાં રૂ.૪૭૯૪૦ અને નીચામાં રૂ.૪૭૫૮૦ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૭૦ વધીને રૂ.૪૭૮૪૨ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૫૫ વધીને ૮ ગ્રામદીઠ રૂ.૩૮૧૬૭ અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૧ ઘટીને ૧ ગ્રામદીઠ રૂ.૪૬૯૮ થયા હતા, જ્યારે સોનું-મિની મે વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૪ વધીને બંધમાં રૂ.૪૭૪૮૦ ના ભાવ રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી મે કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૯૩૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૬૯૪૧૫ અને નીચામાં રૂ.૬૮૬૫૦ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૬૩ ઘટીને રૂ.૬૯૦૫૫ બંધ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ.૧૮૧ ઘટીને રૂ.૬૯૦૬૭ અને ચાંદી-માઈક્રો એપ્રિલ રૂ.૧૪૦ ઘટીને રૂ.૬૯૦૮૨ બંધ રહ્યા હતા. એનર્જી સેગમેન્ટમાં કુલ ૩૨૬૬૨ સોદાઓમાં રૂ.૧૯૪૭.૪૦ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ મે કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૪૬૪૫ ખૂલી, ઊપરમાં રૂ.૪૬૬૨ અને નીચામાં રૂ.૪૬૧૭ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૬ વધીને રૂ.૪૬૪૧ બંધ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝમાં ૫૫૧૮ સોદાઓમાં કુલ રૂ.૮૨૧.૮૭ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન એપ્રિલ વાયદો ગાંસડીદીઠ રૂ.૨૧૨૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૧૫૦૦ અને નીચામાં રૂ.૨૧૨૫૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૧૦ વધીને રૂ.૨૧૪૨૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ એપ્રિલ કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૧૨૨૫.૬ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૭.૨ ઘટીને બંધમાં રૂ.૧૨૧૦.૨ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.૯૬૦.૧ ખૂલી, ઊપરમાં રૂ.૯૬૯ અને નીચામાં રૂ.૯૫૪.૧ રહી, અંતે રૂ.૯૬૦.૭ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૩૭૬ ખૂલી, ઊપરમાં રૂ.૧૩૭૬ અને નીચામાં રૂ.૧૩૧૨ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૧ વધીને રૂ.૧૩૪૪.૫ ના સ્તરે બંધ રહ્યો હતો. વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૩૮૨૪૬ સોદાઓમાં કુલ રૂ.૨૪૩૩.૭૫ કરોડ ની કીમતનાં ૫૧૦૨.૬ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૭૫૯૯૫ સોદાઓમાં કુલ રૂ.૨૬૬૯.૬૩ કરોડ ની કીમતનાં ૩૮૫.૨૫૬ ટન, ક્રૂડ તેલમાં ૧૭૨૨૫ સોદાઓમાં રૂ.૧૨૩૨.૩૫ કરોડનાં ૨૬૫૪૦૦૦ બેરલ્સ, કોટનમાં ૧૨૮૦ સોદાઓમાં રૂ.૧૩૪.૫૫ કરોડનાં ૬૨૩૨૫ ગાંસડી, સીપીઓમાં ૪૧૨૬ સોદાઓમાં રૂ.૬૮૦.૬૪ કરોડનાં ૫૭૪૦૦ ટન, મેન્થા તેલમાં ૩૭ સોદાઓમાં રૂ.૫.૩૦ કરોડનાં ૫૫.૦૮ ટન, કપાસમાં ૬ સોદાઓમાં રૂ.૨૧.૫૧ લાખનાં ૩૨ ટનના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૬૪૫૦.૫૪૬ કિલો, ચાંદીના વાયદાઓમાં ૪૫૫.૦૭૯ ટન, ક્રૂડ તેલમાં ૬૪૪૪ બેરલ્સ, કોટનમાં ૨૩૫૬૦૦ ગાંસડી, સીપીઓમાં ૮૫૩૦૦ ટન, મેન્થા તેલમાં ૨૫.૯૨ ટન અને કપાસમાં ૯૨ ટનના સ્તરે રહ્યો હતો. સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૯૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો મે કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૨૪૭ ખૂલી, ઊપરમાં રૂ.૩૩૫ અને નીચામાં રૂ.૨૪૭ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૨૧ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૭૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો મે કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૩૮૦ ખૂલી, ઊપરમાં રૂ.૪૪૫ અને નીચામાં રૂ.૩૬૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૭૩.૫ બંધ રહ્યો હતો. ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૭૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૩૮૦ ખૂલી, ઊપરમાં રૂ.૩૮૦ અને નીચામાં રૂ.૧૭૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૪૯ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬ ખૂલી, ઊપરમાં રૂ.૩૫ અને નીચામાં રૂ.૬ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૨ બંધ રહ્યો હતો. ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૭૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો મે કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૫૪.૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૬૪ અને નીચામાં રૂ.૧૪૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૫૭.૮ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૬૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો મે કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૬૮ ખૂલી, ઊપરમાં રૂ.૧૭૬ અને નીચામાં રૂ.૧૫૨ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૬૮.૩ બંધ રહ્યો હતો.