લોકડાઉન દરમિયાન સવારે 6 થી 10 અને સાંજે 4 થી 7 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે ટંકારા : ટંકારાના હરબટીયાળી ગામે કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે ગ્રામ પંચાયત દ્વારા આવતીકાલે તા.24 એપ્રિલથી કોરોનાની પરિસ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉન દરમિયાન સવારે 6 થી 10 અને સાંજે 4 થી 7 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે. ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે આવતીકાલે તા.24 થી કોરોનાની વિકટ પરિસ્થિતિ વચ્ચે જ્યાં સુધી કોરોનાની પરિસ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી ગ્રામ પંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આથી ગામ લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવાની અને અગત્યના કામે ઘરથી બહાર નીકળવાનું થાય તો લોકોએ ફરજિયાત માસ્ક પહેરીને નીકળવું તેવી સૂચના આપવામાં આવી છે. તેમજ લોકડાઉન દરમિયાન સવારે 6 થી 10 અને સાંજે 4 થી 7 વાગ્યા સુધી ઇ દુકાનો ખુલ્લી રહેશે તેવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. આથી આ લોકડાઉનના પાલન માટે તમામ ગ્રામજનો સહયોગ આપે તેવી ગામના સરપંચ જીગુબેન મહેશભાઈ અને ગામના અગ્રણી અશોકભાઈ સંઘાણીએ અપીલ કરી છે.