મોરબી : દીકરીના જન્મદિવસે તમામ કોવિડ સેન્ટરોને રૂ. 11 હજાર તેમજ રેપીડ ટેસ્ટ કીટનું અનુદાન

- text


મોરબી : મોરબીમાં હવે સામાજિક આગેવાનો પોતાના જન્મદિવસે ખોટા ખર્ચ કરવાને બદલે દર્દીઓની સેવા કરી રહ્યા છે. આવી જ રિતે જીગ્નેશભાઈ કૈલા નામના સેવાભાવીએ પણ કોવિડ સેન્ટરને રૂ. 11 હજાર તેમજ રેપીડ ટેસ્ટ કિટનું અનુદાન આપી પોતાની પુત્રીના જન્મદિવસની ઉજવણીને સાર્થક બનાવી હતી.

- text

મોરબીના કૈલા પરિવારની લાડકી દીકરી રાગી જીજ્ઞેશભાઈ કૈલાનો જન્મ દિવસના અવસર પર તેનું આયુષ્ય નિરોગી અને સુખમય રહે એ હેતુથી લાડકી દીકરી રાગીના જન્મ દિવસ ની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી. જેમાં પરિવારજનો દ્વારા આ મહામારી કોરોનામાં મોરબીમા તમામ સંસ્થા દ્વારા અને સમાજ દ્વારા ચાલતા કોરોના કેર સેન્ટરો છે તેઓને આર્થિક રીતે મદદ રૂપ થવા ઉમદા વિચાર અમલમાં મુક્યો છે. જેથી તમામ કોવિડ સેન્ટરોમા રૂ. ૧૧૧૧૧/- ની આર્થિક સહાય તથા 100 રેપિડ કીટ આપી અમારી દીકરી રાગીના જન્મદિવસ પર કોરોનામાં યોગદાન આપવામાં આવ્યું છે. અને લોકો પણ આ મહામારીમાં આ કવિડ સેન્ટરોની યથાશક્તિ મદદ કરે એ આજના સમયે જરૂરી બની ગયું છે.

- text