મોરબી : મોરબીમાં રવાપર રોડ પર આવેલ ગાયત્રીનગર-2માં રહેતા ચેલ્સીબેન સંજયભાઈ રાજપરા તથા તેનો પરિવાર તેમજ આજુબાજુના રહેવાસીઓ દ્વારા ચૈત્રી નવરાત્રિ નિમિત્તે દરરોજ સાંજે ઘરના આંગણે કે ગેલેરીમાં ઊભા રહીને દરરોજ આઠ દિવસ સુધી આરતી કરવામાં આવી હતી. અને છેલ્લા નોરતે એટલે કે રામનવમીના દિવસે સાંજે સોસાયટીના રહીશોએ પોતપોતાના ઘરે આંગણામાં કે ગેલેરીમાં ઉભા રહીને શ્રી રામલલ્લાની મહાઆરતી કરી હતી. આમ, ગાયત્રીનગર-2માં ચૈત્રી નવરાત્રી અને રામનવમીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.