મોરબી : મોરબીમાં કોરોના વાયરસની કપરી પરિસ્થિતિને પહોંચી વળવા અગ્રણીઓ અને સેવાકીય સંસ્થાઓ આગળ આવી રહી છે. અનેક લોકો આર્થિક કે સામાજિક રીતે કોરોનાગ્રસ્ત લોકોની મદદ કરી રહ્યા છે. ત્યારે મોરબીમાં આવેલ મુકેશ પબ્લિસિટીના મુકેશભાઈ પટેલ તરફથી યંગ ઇન્ડિયા ગ્રુપ સંચાલિત કોવિડ કેર સેન્ટરને રૂ. 25 હજારનું અનુદાન આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે મુકેશ પબ્લિસિટી હોર્ડિંગના ક્ષેત્રમાં અગ્રેસર છે. તેમજ મુકેશભાઈ પટેલ ઉમિયા નવરાત્રી મહોત્સવ હોય કે સમાજના કોઇપણ કાર્યક્રમ હોય તેમાં સેવાકીય પ્રવૃતિઓ કરવામાં અગ્રેસર રહે છે.