મોરબી : મોરબીમાં ભદિયાદ રોડ પર જવાહાર સોસાયટીમાં રહેતા 52 વર્ષીય કેશવજીભાઇ દેવજીભાઇ જાદવએ ગઈકાલે તા. 20ના રોજ પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ગળેફાસો ખાઇ લીધો હતો. આથી, તેમનું મૃત્યુ થયું છે. મોરબી સીટી બી ડિવીઝન પોલીસે આ બનાવની નોંધ કરી છે.