મોરબી : મોરબી જિલ્લાના બંધુનગર ગામના યુવાનોએ ગામના જરૂરિયાતમંદ લોકોની દવા માટે એક જનહિત ગ્રુપ બનાવ્યું છે. આ ગ્રુપ લોકોની આરોગ્ય વિષયક સેવા માટે કાર્ય કરે છે. આ યુવાનોએ પાટીદાર કોવિડ સેન્ટર-જોધપરને રૂ. 51,000નું દાન અર્પણ કર્યું તથા જરૂર પડે ત્યારે આર્થિક રીતે સહાય કરવાની તત્પરતા યુવાનોએ દાખવી હતી.