સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કના ભંગ બદલ 16થી વધુ પેસેન્જર વાહનચાલકો અને દુકાનદારો સામે કાર્યવાહી મોરબી : મોરબીમાં કોરોની ગંભીર પરિસ્થિતિને કારણે રાત્રી કરફ્યૂ અમલમાં હોવા છતાં અમુક લોકો હમ નહિ સુધરેગેની જેમ રખડવાની કુટેવ યથાવત રાખતા પોલીસ આવા અણસમજુઓને પકડીને સમજદારીનું ભાન કરાવી રહી છે. જેમાં મોરબીમાં ગતરાત્રે કરફ્યુમાં લટાર મારવા નીકળેલા ડઝન જેટલા લોકો પોલીસની ઝપટે ચડી ગયા હતા. આ ઉપરાંત, સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કના ભંગ બદલ 16થી વધુ પેસેન્જર વાહનચાલકો અને દુકાનદારો સામે કાર્યવાહી કરી હતી. મોરબીમાં ગતરાત્રે કરફ્યુ ભગ બદલ રીક્ષા તેમજ બાઈક અને ચાલીને લટાર મારવા નીકળેલા 12 જેટલા લોકો તેમજ મોરબીમાં દિવસ દરમિયાન સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કના ભંગ બદલ છકડો રીક્ષા તેમજ સીએનજી રીક્ષા સહિત 5 રીક્ષાચાલકો, કેશિયો પાર્ટીના માલિક, નાળિયેરના લારીધારક, માસ્ક વગર નીકળેલા 2 લોકો, વાંકાનેરમાં દિવસ દરમિયાન સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કના ભંગ બદલ મહાવીર સિઝન સ્ટોર દુકાનના માલિક તેમજ અન્ય દુકાનદાર, છ જેટલી રિક્ષાના ચાલકો, એક બાઈકચાલક, માસ્ક વગર નીકળેલા 3 લોકો, ટંકારામાં સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કના ભંગ બદલ બે ઇકો કારચાલકો તેમજ સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કનો ઉલાળીયો કરનાર પ્લાસ્ટિકની લારીના ધારક સામે પોલીસે નિયમ મુજબ કડક કાર્યવાહી કરી હતી.