મોરબી : આજે તા. 21ના રોજ મોરબીમાં ABVP શાખા દ્વારા રામનવમી નિમિત્તે ભગવાન શ્રીરામનું પૂજન કરી સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી દૂર થાય તેવી પ્રાથના કરી તેમના ચરણોમાં પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા. તેમજ શહેરના ઓમ શાંતિ વિદ્યાલય સામે ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને કોરોના જાગૃતિ અંગેની પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં 300 જેટલા લોકોએ આ ઉકાળાનો લાભ લીધો હતો.